મહાદેવજી ને
---------------
કૈલાસે ઉપર બેઠા બેઠા મરકો અમથા શાને?
નીચે ઉતરતાવેંત તમારે લેવા પડશે વિઝા,
મથે સમિતિ મૂળ શોધવા ગંગા ગંદી શાને ?
લ્યો તમારી જટા સમાલી અડફેટે ના આવે
પશુ ક્રુરતા આચરવા પર નાખે તમને દંડી
કેમ તમારી વાંહે વાંહે ફરે બળદિયો નંદી ?
કલાકાર છો, ભૂખા મરશો, થાશો ઠેલંઠેલા,
તાંડવ ને અહીં કોણ પિછાણે ફિલમ ડાન્સ ના ઘેલા
અહીંયા આવી જીવવા જાશો પડે જીવન નો માર,
---------------
કૈલાસે ઉપર બેઠા બેઠા મરકો અમથા શાને?
નીચે આવી જીવી જુઓ તો દેવ તમોને માને
નીચે ઉતરતાવેંત તમારે લેવા પડશે વિઝા,
વ્યાઘ્રચર્મ ના કપડામાં તો ક્યાંથી કાઢો ખિસ્સા?
સૂટબૂટ માં આવીને ઇન્ટરવ્યુ પડશે દેવા,
નર્સરીના એડમીશનના તમને ક્યાંથી હેવા?
વરદાન નહિ પણ ડોનેશન ની હોય બધી તૈયારી,
નર્સરીના એડમીશનના તમને ક્યાંથી હેવા?
વરદાન નહિ પણ ડોનેશન ની હોય બધી તૈયારી,
તંયે ગણેશજી ના ભણતરની લાગે એમાં વારી
એન્ટી-સુપરસ્ટીશન વાળા થાય તમારી વાંહે,
ભૂતડીયા ના ગણ ને પરભો શું કામ રાખો પાંહે
ચાઈલ્ડ વેલ્ફેર વાળા કરશે કેસ તમારી ઉપર ,
શેં સમજાવો હાથી માથું શાને ધડ ની ઉપર
એન્ટી-સુપરસ્ટીશન વાળા થાય તમારી વાંહે,
ભૂતડીયા ના ગણ ને પરભો શું કામ રાખો પાંહે
ચાઈલ્ડ વેલ્ફેર વાળા કરશે કેસ તમારી ઉપર ,
શેં સમજાવો હાથી માથું શાને ધડ ની ઉપર
લ્યો તમારી જટા સમાલી અડફેટે ના આવે
પશુ ક્રુરતા આચરવા પર નાખે તમને દંડી
કેમ તમારી વાંહે વાંહે ફરે બળદિયો નંદી ?
કલાકાર છો, ભૂખા મરશો, થાશો ઠેલંઠેલા,
તાંડવ ને અહીં કોણ પિછાણે ફિલમ ડાન્સ ના ઘેલા
ઉપર છો તો ઉપર જ રયો એમાં રહેશે સાર
--સૌરભ જોષી
No comments:
Post a Comment