ક્યારે થાશે પીએચડી
-----------------------
શરુ કરતાં તો કરી દીધી, પતે નહિ આ જલ્દી
એવી મોડી મોડી ખબર પડી, ક્યારે થાશે પીએચડી
શરુ શરુ માં ખુશ થયો, પછી થયો ઉદાસ
છેલ્લે કરી મેં રાડારાડી, ક્યારે થાશે પીએચડી
કેવી સીધી સમજી 'તી મેં, કેવી 'તી મેં ધારી,
આ તો નીકળી અવળી આડી, ક્યારે થાશે પીએચડી
જેવી તેવી સમજી 'તી મેં , ભૂલ કરી મેં ભારી,
જબરી આ ભારાડી , ક્યારે થાશે પીએચડી
માસ્તર મારો એવો, મારેય નહિ ભણાવેય નહિ
કેવી વાટ લગાડી, ક્યારે થાશે પીએચડી
જરાય નહિ એ પાછળ જાતી, જરાય નહિ એ આગળ
અટકી ગઈ મારી ગાડી, ક્યારે થાશે પીએચડી
ખોયું મારું ચેન, ને ખોઈ મન ની શાંતિ,
ખોઈ મેં મારી નીંદરડી, ક્યારે થાશે પીએચડી
ગણતા ગણતા દિવસો ગયા, ગયા મહિનાઓ ભરમાર,
વઈ જશે શું સદી?, ક્યારે થાશે પીએચડી
આંખે મારા ચશ્માં વધ્યા, વધ્યા વાળ સફેદ,
ટાલ હવે તો પડવા માંડી, ક્યારે થાશે પીએચડી
ડોક્ટર ડોક્ટર બનતા બનતા
થઇ ગયો હું દર્દી, ક્યારે થાશે પીએચડી
ક્યારે પેપર પબ્લિશ થાશે, ક્યારે મળે આઝાદી
ભારેખમ્મ ઊપાધી, ક્યારે થાશે પીએચડી
ગર્દિશ માં પણ કરો પ્રયાસ, રાત પછી જ હોવે છે ઉજાસ,
યત્ની ને જ મળે છે ખાસ, એવી છે આ પીએચડી
આ તો છે ભઈ જ્ઞાન ની ગંગા, કડવી તો પણ પીવા જેવી,
કહે 'સૌરભ' થાઓ ભડવીર, થાવા દેજો પીએચડી

No comments:
Post a Comment