Tuesday, June 28, 2011

ગઝલ : કહી હું ના શક્યો ...

કહી હું ના શક્યો મુખથી હતી જે વાત અંતરની,
ન એ સમજી શક્યા આંખોથી મારી વાત અંતરની

ખુદા માની હું જેને પુજતો 'તો જીન્દગાની ભર,
નજર ઉંચી કરી જોયું તો નીકળી ભાત પત્થર ની

દરદ નાં આટલું સહેવાય ના રહેવાય મારાથી
હશે નક્કી જ કોઈ છાના ખૂણે વાત અંતરની

પ્રણય માં વાત શું કરવી વિધિ ની વક્રતાની, કે
મળી કંકોતરી ને એય પાછી તારા અક્ષરની

કંઈયે કેટલા સ્વપ્નો ગયા હોમાઈ આ દિલમાં
હજી પણ ભોગ માંગે છે આ એવી જાત ખપ્પર ની

ધરાના ભારથી બેવડ વળી ગઈ  જીંદગી મારી
ફરી ક્યારેક કરશું, ઓ દિવાના! વાત અંબરની


અરે! "સૌરભ" પૂછો છો શું કે મારા તારલા ક્યાં છે?
શનિ ને છે દશા મારી ને એ પણ સાડા સત્તર ની

-- સૌરભ જોષી
૨૪ જુન ૨૦૧૧

Monday, June 27, 2011

મહાદેવજી ને

મહાદેવજી  ને
---------------

કૈલાસે ઉપર બેઠા બેઠા મરકો અમથા શાને?
નીચે આવી જીવી જુઓ તો દેવ તમોને માને

નીચે ઉતરતાવેંત તમારે લેવા પડશે વિઝા,
વ્યાઘ્રચર્મ ના કપડામાં તો  ક્યાંથી કાઢો ખિસ્સા?
 
સૂટબૂટ માં આવીને ઇન્ટરવ્યુ પડશે દેવા,
નર્સરીના  એડમીશનના તમને ક્યાંથી હેવા?

વરદાન નહિ પણ ડોનેશન ની હોય બધી તૈયારી,
તંયે ગણેશજી ના ભણતરની લાગે એમાં વારી

એન્ટી-સુપરસ્ટીશન  વાળા થાય તમારી વાંહે,
ભૂતડીયા ના ગણ ને પરભો શું કામ રાખો પાંહે

ચાઈલ્ડ વેલ્ફેર વાળા કરશે કેસ તમારી ઉપર ,
શેં સમજાવો હાથી માથું શાને ધડ ની ઉપર
મથે સમિતિ મૂળ શોધવા ગંગા ગંદી શાને ?
લ્યો તમારી જટા સમાલી અડફેટે ના આવે

પશુ ક્રુરતા આચરવા પર નાખે તમને દંડી
કેમ તમારી વાંહે વાંહે ફરે બળદિયો નંદી ?

કલાકાર છો, ભૂખા મરશો, થાશો ઠેલંઠેલા,
તાંડવ ને અહીં કોણ પિછાણે ફિલમ ડાન્સ ના ઘેલા
 
અહીંયા આવી જીવવા જાશો પડે જીવન નો માર,
ઉપર છો તો ઉપર જ રયો  એમાં રહેશે સાર
--સૌરભ જોષી

Sunday, June 19, 2011

એક ગઝલ

સફર આ વીતશે એનો મને કંઈ ગમ નથી, સાકી 
મને ગમ એટલો છે, રાહબર છૂટી જશે, સાકી 


તમારો સાથ તો હું ચાહતો 'તો જીન્દગાની ભર,
ખબર નહોતી મગર કે જીંદગી દેશે દગો, સાકી 

નથી આ જીન્દગાની ની મજા મિત્રો વગર, સાકી 
મગર મિત્રો જ આવા હાલ પર છોડી ગયા, સાકી 

તમોને શું ખબર કે જીંદગી એ કેમ જીવે છે ,
નહોતી કાંધ કોઈ મોત પર એને મળી , સાકી 

કહે "સૌરભ" કે આ તો વાત અણધારી થઇ, સાકી 
મઝારે એ ન આવ્યા , મોત ના આવ્યા ખબર , સાકી

-- સૌરભ જોષી

Saturday, June 18, 2011

Turning your laptop into a wifi router

Well,
     It's been a long time since I have posted anything in english. Anyways, let me get to the point real quickly. I have two laptops and one wired connection through which I connect to the internet. So yesterday I turned one of my laptop into a wifi router and got both the laptops connected to internet.

If you search on google regarding 'turning your laptop into access point/router' you will find many ways to do it. Most of it describes it how to do it using command lines. Though, personally I am a big fan of command line, NetworkManager that comes with many linux distros makes it real easy.

What you do is the following. You can choose one laptop to be the mater ( which is going to be turned into a wifi router ) and another slave. At least these are the names I am going to use.

Connect the master to the wired network. I am assuming that you know how to get wired network working on your linux box. Once you have done this, it is really a piece of cake.


In master, click on NetworkManager symbol/applet ( usually sitting in the top-right corner ) and click on "Create New wireless network..". Choose an SSID(name) say "mynetwork". Choose a security mechanism ( say WEP 128bit ) and type in your key. You need to remember this key. That's it, your laptop is turned into a wifi router.

Now on the slave, it should show the wifi connection available by name "mynetwork". If it does not, go to nm ( NetworkManager) and go to "Connect to hidden  wireless network.." and provide the name "mynetwork" and the key that you have entered for the network. You should be good to go now.

What happens behind the scene is as follows. Master acts as a bootstrap server, dns server, gateway for the client. Hence, providing the client with an IP address and masquerading it to provide it connection to the outside world. Enables packet forwarding in the kernel ( "cat /proc/sys/net/ipv4/ip_forward" should show "1"). Checkout "sudo iptables -vL" and "sudo iptables -vL -t nat" in the master for more details. It provides dns service to the client through multicast dns without having to run a full fledged dns server. Routes are added into the routing table ( "sudo route") appropriately.

It does not matter if you do not understand the paragraph above. The good thing is that it has been made piece of cake for normal users and probably requires less amount of efforts than doing the same thing in windows.

Thing to note that you can connect multiple slaves to this masters. However, you may not get as good performance as a dedicated hardware router.

Happy networking!! :-)









Sunday, June 12, 2011

ગઝલ ઉપર ગઝલ

ગા લ ગા ગા ગા વગર ગાયા કરું તોયે ગઝલ 
શબ્દ તું વરસે ને ભીંજાયા કરું તોયે ગઝલ 

શબ્દ છે બે-ચાર તેમાં, અર્થ પણ થોડા ઘણા 
જીંદગી ભળી જાય તો સોળે કળા ખીલે ગઝલ

છંદ ના બંધારણે છે  સાંકળે બંધાયેલી
પાંજરે દિલના કોઈ એને પૂરે, છૂટે ગઝલ

       હો  મજા શી  એમાં કે જો ફક્ત હું લખ્યા કરું   
       એ નજર જો ફેરવી દે,  ગદ્ય પણ લાગે ગઝલ 
 
માર્યો વખા નો કોઈ બંદો જો ન  ચિત્કારી શકે,
ત્યારે ખુદા ને હાક થી બોલાવે ફરિયાદી ગઝલ 

આશિક કોઈ  મૂંઝાઈ જાએ પ્રેમ માં જયારે કદી, 
અશ્રુભીની લાગણી ત્યારે બની આવે ગઝલ 

શાયરાના  મૌત, 'સૌરભ' , એવી ઈચ્છા આખરી,
હો કફન માં પણ કવન ને પાળીયે શોભે ગઝલ
 હો કયામત ની જો વેળા સાથ હું કોનો ચહું?
'સૌરભ' કહે છે ગૌણ બીજું જો મળી જાએ ગઝલ 
                        -- સૌરભ જોશી 

Wednesday, June 08, 2011

એકાદ-બે કવન


(મારો સૌ પ્રથમ છંદ બંધારણ વાળો શેર ..છંદ છે (લ ગા ગા ગા (૪))
દુઆ મારી કબૂલી લે ખુદા તારા જ લાભાર્થે,
સમીક્ષા ના કરે કોઈ ખુદા જો હોય તો ક્યાં છે ?

(નિનાદભાઈ ની રચના ના પ્રતિભાવમાં )
કૈંક રચના ને કવિતા ઓ, કૈંક રૂપાળી ગઝલ,
સમય જાતા જોયું, કોરા કાગળો મળ્યા

(ધ્રુવભાઇ ની રચના ના પ્રતિભાવ માં )
જોઈ મારી સામે દર્પણ આશ્ચર્યથી  જુએ એમ,
એમાં પડઘાતું પ્રતિબિંબ કોઈ અજાણ્યું પ્રાણી જેમ

चढ़ रहा है ज़हर मेरे दिलोदिमाग में,
मेरे अंतर को धीरे धीरे डसता है शहर  


(ભાવેશ ભાઈ ની ગઝલ ના પ્રતિભાવ માં )
મેં એ જોયું, અમીરો ને અહી ક્યાં આંચ આવે છે,
શું ઈશ્વર ની અદાલતમાંય કોઈ લાંચ માગે છે? 


(હેમલ ભાઈ ની ગઝલો ને પ્રતિભાવ તરીકે એમની ગઝલો ના જ બહરમાં)
તારી આંખો ના શમણા વચ્ચે,
ક્યાંક તને હું મળ્યા કરું છું.

મથે છે પામવા કાબુ આ માણસ જાત એ જોઈ,
ઉપર બેઠો ખુદા મારો જુઓ કેવો તો મરકે છે.

(પંકજ ભાઈ ની ગઝલ ના પ્રતિભાવ તરીકે એમની ગઝલ ના જ બહર માં )
ગઝલો ઘણી છે મેં વાંચી ને એમાં,
તમારી ગઝલ ની જમાવટ જુદી છે.

(નિનાદ ભટ્ટ ની રચના ના પ્રતિભાવ માં )
કલમ ને કાગળો થી ફક્ત તું લખતો નથી 'નિનાદ'
વહે છે ભાવના જ્યારે, અરે! ત્યારે લખાય છે

  (પંકજ ભટ્ટની ગઝલ ના પ્રતિભાવમાં)
 આમ 'પંકજ' કાં લખો ગઝલો તમે મક્તા વગર,
 જાણવું મારે છે કોનું રાજ આ કાગળ ઉપર 

 (બંકિમ ભટ્ટ ના  પ્રતિકાવ્ય ના પ્રતિભાવમાં)
 ભગત લખવું બાજુ પર મૂકી ચા જલ્દી મુકો ને ભૈ
 ચાની ચૂસકી લીધા વગર તો બંકિમ ભૈ કઈ લખશે નૈ


 




ઠળિયા વિના નો માણસ

ઠળિયા વિના નો માણસ 
--------------------------------

ભલે ચમકતો ઝાકઝમાળે
તદ્દન પોલો માણસ
ઠળિયા વિના નો માણસ

ફેસબુક માં ગળાબૂડ
સધિયાર  વિના  નો માણસ
ઠળિયા વિનાનો માણસ

કાગળ ના સુંઘે છે ફૂલ
ગુલઝાર વિના નો માણસ
ઠળિયા વિનાનો માણસ

સ્વીમ્મીંગ પૂલ માં ઉંધે કાંધ
દરિયા વિનાનો માણસ
ઠળિયા વિનાનો માણસ

ઊંચા ઊંચા મહેલો વચ્ચે
ફળિયા વિનાનો માણસ
ઠળિયા વિનાનો માણસ

આમ થી તેમ દડકતો જાય
તળિયા વિનાનો માણસ
ઠળિયા વિનાનો માણસ

ખચકાય નહિ એ લેતા જીવ
ઝળઝળિયાં વિના નો માણસ
ઠળિયા વિનાનો માણસ 

ક્યારે થાશે પીએચડી

ક્યારે થાશે પીએચડી
-----------------------

શરુ કરતાં તો કરી દીધી, પતે નહિ આ જલ્દી
એવી મોડી મોડી ખબર પડી, ક્યારે થાશે પીએચડી

શરુ શરુ માં ખુશ થયો, પછી થયો ઉદાસ
છેલ્લે કરી મેં રાડારાડી, ક્યારે થાશે પીએચડી

કેવી સીધી સમજી 'તી મેં, કેવી 'તી મેં ધારી,
આ તો નીકળી અવળી આડી, ક્યારે થાશે પીએચડી 

જેવી તેવી સમજી 'તી મેં , ભૂલ કરી મેં ભારી,
જબરી આ  ભારાડી , ક્યારે થાશે પીએચડી 

માસ્તર મારો એવો, મારેય નહિ ભણાવેય નહિ
કેવી વાટ લગાડી, ક્યારે થાશે પીએચડી

જરાય નહિ એ પાછળ જાતી, જરાય નહિ એ આગળ
અટકી ગઈ મારી ગાડી, ક્યારે થાશે પીએચડી

ખોયું મારું ચેન, ને ખોઈ મન ની શાંતિ,
ખોઈ મેં મારી નીંદરડી, ક્યારે થાશે પીએચડી

ગણતા ગણતા દિવસો ગયા, ગયા મહિનાઓ ભરમાર,
વઈ જશે શું સદી?, ક્યારે થાશે પીએચડી

આંખે મારા ચશ્માં વધ્યા, વધ્યા વાળ સફેદ,
ટાલ હવે તો પડવા માંડી, ક્યારે થાશે પીએચડી

ડોક્ટર ડોક્ટર બનતા બનતા
થઇ ગયો હું દર્દી, ક્યારે થાશે પીએચડી

ક્યારે પેપર પબ્લિશ થાશે, ક્યારે મળે  આઝાદી
ભારેખમ્મ ઊપાધી, ક્યારે થાશે પીએચડી

ગર્દિશ માં પણ કરો પ્રયાસ, રાત પછી જ હોવે છે ઉજાસ,
યત્ની ને જ  મળે છે ખાસ, એવી છે આ પીએચડી 

આ તો છે ભઈ જ્ઞાન ની ગંગા, કડવી તો પણ પીવા જેવી,
કહે 'સૌરભ'  થાઓ ભડવીર, થાવા દેજો પીએચડી