ગા લ ગા ગા ગા વગર ગાયા કરું તોયે ગઝલ
શબ્દ તું વરસે ને ભીંજાયા કરું તોયે ગઝલ
શબ્દ છે બે-ચાર તેમાં, અર્થ પણ થોડા ઘણા
જીંદગી ભળી જાય તો સોળે કળા ખીલે ગઝલ
છંદ ના બંધારણે છે સાંકળે બંધાયેલી
પાંજરે દિલના કોઈ એને પૂરે, છૂટે ગઝલ
હો મજા શી એમાં કે જો ફક્ત હું લખ્યા કરું
એ નજર જો ફેરવી દે, ગદ્ય પણ લાગે ગઝલ
માર્યો વખા નો કોઈ બંદો જો ન ચિત્કારી શકે,
ત્યારે ખુદા ને હાક થી બોલાવે ફરિયાદી ગઝલ
આશિક કોઈ મૂંઝાઈ જાએ પ્રેમ માં જયારે કદી,
અશ્રુભીની લાગણી ત્યારે બની આવે ગઝલ
શાયરાના મૌત, 'સૌરભ' , એવી ઈચ્છા આખરી,
હો કફન માં પણ કવન ને પાળીયે શોભે ગઝલ
હો કયામત ની જો વેળા સાથ હું કોનો ચહું?
'સૌરભ' કહે છે ગૌણ બીજું જો મળી જાએ ગઝલ
-- સૌરભ જોશી
No comments:
Post a Comment