Tuesday, June 28, 2011

ગઝલ : કહી હું ના શક્યો ...

કહી હું ના શક્યો મુખથી હતી જે વાત અંતરની,
ન એ સમજી શક્યા આંખોથી મારી વાત અંતરની

ખુદા માની હું જેને પુજતો 'તો જીન્દગાની ભર,
નજર ઉંચી કરી જોયું તો નીકળી ભાત પત્થર ની

દરદ નાં આટલું સહેવાય ના રહેવાય મારાથી
હશે નક્કી જ કોઈ છાના ખૂણે વાત અંતરની

પ્રણય માં વાત શું કરવી વિધિ ની વક્રતાની, કે
મળી કંકોતરી ને એય પાછી તારા અક્ષરની

કંઈયે કેટલા સ્વપ્નો ગયા હોમાઈ આ દિલમાં
હજી પણ ભોગ માંગે છે આ એવી જાત ખપ્પર ની

ધરાના ભારથી બેવડ વળી ગઈ  જીંદગી મારી
ફરી ક્યારેક કરશું, ઓ દિવાના! વાત અંબરની


અરે! "સૌરભ" પૂછો છો શું કે મારા તારલા ક્યાં છે?
શનિ ને છે દશા મારી ને એ પણ સાડા સત્તર ની

-- સૌરભ જોષી
૨૪ જુન ૨૦૧૧

No comments: