જ્યાં જ્યાં નઝર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!
માશુકોના ગાલની લાલી મહીં લાલીં અને
જ્યાં જયાં ચમન જયાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!
જોઉં અહીં ત્યાં આવતી દરીયાની મીઠી લહર
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની !
તારા ઉપર તારા તણા ઝુમી રહ્યાં છે ઝુમખાં
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની !
આ ખુનને ચરખે અને રાતે હમારી ગોદમાં
આ દમ-બ-દમ બોલી રહી ઝીણી સીતારી આપની !
આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની !
દેખી બુરાઈ ના ડરુ હું શી ફીકર છે પાપ ની ?
ધોવા બધે બુરાઇને ગંગા વહે છે આપની.
No comments:
Post a Comment