Wednesday, May 27, 2020

ગઝલ : એકાદ એવું જણ મળે

આ શહેરની ભીડમાં એકાદ એવું જણ મળે
એકાંતની ખારાશમાંયે દિલ મહીં ગળપણ મળે


રામ જાણે શું થયું જોયા છે તમને જ્યારથી
નામ કહેતા જાઓ તો આ રોગને ઓળખ મળે

વસ્ત્રાહરણ જો થાય ધરતીનું સૂરજ ના તાપથી
વાદળો ભીંજાય તો વૃક્ષો સમું પહેરણ મળે
લો ત્યજી દઉં સામટે આ શ્હેરની સુખ સાહ્યબી
આંજવા આંખોમાં સાંજે ગાય કેરું ધણ મળે
આ જુવાની ને લગાવું દાવ માં પલમાત્રમાં
ગર્વ લે માં ભારતી એવું મને ઘડપણ મળે
'સૌરભ' કરી દો છો તમે ઢગલા સ્વરણ ભંડારના
જે ગયું ચાલ્યું ગયું તે પાછું ના બચપણ મળે 

-- સૌરભ જોષી 






No comments: