Wednesday, May 27, 2020

કવિતા : ખોવાણો છે


ખોવાણો  છે ખોવાણો  છે
ગોતો  ગોતો  ખોવાણો  છે

માણસાઈ નું આંચળ  ઓઢી 
માણસ આજે સંતાણો  છે 

બરફની ચાદર તાણીને ધરતી આજે પોઢી ગઈ છે
ઝાકળ સૂરજ પર વરસી ગઈ તડકો આજે ખોવાણો  છે ...
સેલફોન ટીવી પર રમતું બચપણ આજે ખોવાણું  છે
કીરકીટ ની ગમ્મત માં આજે ગીલ્લી દંડો ખોવાણો  છે ...


એક બિલાડી આડી ઉતરી એનો શાને હોબાળો છે
કોઈ નથી કરતું  પરવા જ્યાં ઈશ્વર આખો ખોવાણો  છે

કલમ ઉપાડી લખવા ગયો ત્યાં આખો કાગળ ચીતરાણો છે
શબ્દો ના ટોળા  ની વચ્ચે અર્થ અટૂલો ખોવાણો છે ...

'સૌરભ' કે' તું છાનો રે' ને અમથે અમથો ફુલાણો  છે
આડી અવળી આ રચના માં ઢંગધડોયે  ખોવાણો  છે 

-- સૌરભ જોષી 


No comments: