Monday, August 15, 2011

ગઝલ
-----

કેવો હતો અસલ હું, કેવો થઇ ગયો
મારી જ ખુદની જાતથી અણજાણ થઇ ગયો

મૃગજળને જોઈ જોઈ ને એવી વધી તરસ,
દરિયાને કાંઠે આવીને તરસ્યો રહી ગયો

પ્રેમમાં એવી  મને લાગી હતી તલબ,
છીપાવવાને એ જ તલબ, ઝેર પી ગયો

મંઝીલને પામવાની તૃષા એટલી વધી,
પર્વત ખસી ગયો અને રસ્તો બની ગયો

ચાલ્યા ગયા મૂકી ને મને મારા આંસુઓ
દુખના જ ટાણે કેટલો તન્હા થઇ ગયો

કિસ્મત ના તારલા એ મને સાથ ના દીધો,
એથી મરી ગયો ને હું તારો થઇ ગયો

લોકોને ખુશી આપવા આ ડિલની શી જરૂર
હું ઓગળી ગયો અને 'સૌરભ' થઇ ગયો

--સૌરભ જોષી

No comments: