Monday, August 15, 2011

ગઝલ

-- ધ્રુવભાઇ ભટ્ટ ની પંક્તિઓ ના પ્રતિકાવ્ય રૂપે --

 ગઝલ
-----


જીંદગી ને મોતનું તો ચક્ર છે, ચાલ્યા કરે, આ
ચાકડા પર પીંડ મૂકી આપણે તો જાત ઘડવી

છે લડાઈ આંતરિક આ મન ને કાબુ રાખવાની
ચાલ શીખી જાઉં કે  આવી લડાઈ કેમ લડવી

હો ભલે નડ્યા તમોને લોક આખી  જીંદગી માં,
સાવચેતી એમ રાખો કે નડે ના જાત અડવી

છો ભલે વિહ્વળ બની શોધે ખુદાને આખી દુનિયા
બે બરાબર છે ભલે જડવો ખુદા કે જાત જડવી

'સૌરભ' તમારી વાત ને છો લોક સ્વીકારે નહિ, પણ
વાત સાચી વાત છે લાગે ભલે ને વાત કડવી

--સૌરભ જોષી

No comments: