Monday, August 08, 2011

મક્તા ની મથામણ

 બંકિમભાઈ  ભટ્ટ ના 'મક્તા ની મથામણ'  પ્રતિકાવ્ય ના પ્રતિકાવ્ય તરીકે 







મત્લા લખી ગયો ને હું મક્તા લખી ગયો,
પણ મૂળ જે વિચાર હતો એ જ રહી ગયો,

બહર જો થઇ ગયો તો મારો લય રહી ગયો,
સાંધુ જ્યાં એક તાંતણો બીજો તૂટી ગયો


આપ-લે વિચાર ની જ્યાં થાય શબ્દ થી
એવી સભા માં હુંય ત્યાં વક્તા બની ગયો

ઘેલો બની હું શબ્દ ની ચારેતરફ ફરું,
વિચાર મારો દૂરથી જોતો રહી ગયો

મારી ગઝલ માં શબ્દના ભંડાર છે ભર્યા,
વિચારો વગર આતમા એનો ઉડી ગયો

'બંકિમ' કહે ઠેકાણા વાળું કૈક તો લખો
મક્તાનું પૂંછડું છતાં 'સૌરભ' પકડી રહ્યો  


--સૌરભ 

No comments: