Monday, August 01, 2011

gazal

કાલ જે માણસ હતો શૈતાન થઇ ગયો,
હિંદુ થઇ ગયો કે મુસલમાન થઇ ગયો

સંગીન છે શું પ્રેમ નો અપરાધ એટલો
રક્ષક હતો સમાજ જે ભક્ષક થઇ ગયો

વસ્તી વધી છે ગીધની માનવના સ્વાંગમાં,
કોઈ ના મોતમાંયે એ 'ખાતો' થઇ ગયો

ગાંધી તને પૂજે બધા આજેય જીવથી
કાગળની હરી નોટમાં તું કેદ થઇ ગયો


વલ્લભ બીજો તો ક્યાંથી મળે આજ દેશને
સાંધે આ કોણ દેશ જે ટુકડા થઇ રહ્યો

"સૌરભ" વિચાર દેશનો અંજામ શું થશે,
હુલ્લડ ની આગથી જ જો આગાઝ થઇ ગયો

--સૌરભ જોષી

1 comment: