Wednesday, May 27, 2020

કવિતા : ખોવાણો છે


ખોવાણો  છે ખોવાણો  છે
ગોતો  ગોતો  ખોવાણો  છે

માણસાઈ નું આંચળ  ઓઢી 
માણસ આજે સંતાણો  છે 

બરફની ચાદર તાણીને ધરતી આજે પોઢી ગઈ છે
ઝાકળ સૂરજ પર વરસી ગઈ તડકો આજે ખોવાણો  છે ...
સેલફોન ટીવી પર રમતું બચપણ આજે ખોવાણું  છે
કીરકીટ ની ગમ્મત માં આજે ગીલ્લી દંડો ખોવાણો  છે ...


એક બિલાડી આડી ઉતરી એનો શાને હોબાળો છે
કોઈ નથી કરતું  પરવા જ્યાં ઈશ્વર આખો ખોવાણો  છે

કલમ ઉપાડી લખવા ગયો ત્યાં આખો કાગળ ચીતરાણો છે
શબ્દો ના ટોળા  ની વચ્ચે અર્થ અટૂલો ખોવાણો છે ...

'સૌરભ' કે' તું છાનો રે' ને અમથે અમથો ફુલાણો  છે
આડી અવળી આ રચના માં ઢંગધડોયે  ખોવાણો  છે 

-- સૌરભ જોષી 


ગઝલ : જેવું કરશો તેવું પામો

જેવું કરશો તેવું પામો એવા શબ્દો ક્યાંક જડે છે
ગ્રહશાંતિ નું નાટક કરતાં આજ પનોતી સાત નડે છે
 
ખારું  પાણી મીઠા અશ્રુ ચાર જ મહિના આભ છે રડતું
બાકીના આઠે મહિના આ ધરતી છાતી-ફાટ રડે છે
 
ખદબદતાં જીવડાં ની વચ્ચે માણસાઈ જો ભીંસાણી છે
જીવતે જીવતાં  અહિયાં માણસ આખે આખો સાવ સડે  છે
 
 
રાજનીતિની સોગઠબાજી રાજકારણી કરતાં રહેતાં 
પ્યાદાં સરખા જીવ આપતાં એવા લશ્કર લાખ લડે છે 
 
 
કોની કહીએ વ્યથા અમારી કોને કહીશું દશા અમારી 
સંબંધોના ટોળા વચ્ચે એકલતાની સાંજ પડે છે 



ચડતી પડતી ચાલ્યા કરતી એમાં દિવસો રાત પડે છે 
જીવન ચક્કર ચાલ્યા કરતું શાને 'સૌરભ' આમ રડે છે
 
 
--સૌરભ જોષી







ગઝલ: એમ ઈશ્વરનું મનન કરતો રહે


ગઝલ: એમ ઈશ્વરનું મનન કરતો રહે 
 
એમ ઈશ્વરનું મનન કરતો રહે
તું રહે અચ્યુત સમય સરતો રહે

આવશે મેળે વજન આ શબ્દમાં
તું ગઝલમાં લાગણી ભરતો રહે
સૂર્ય પણ સંતાઈ જાશે લાજ માં
તું પ્રતિભાથી ગ્રહણ કરતો રહે
ધ્રાસકો તોફાન ને એ વાતનો,
હું ડુબાડું તોય તું તરતો રહે?
'સૌરભ' ભલે તું શ્વાસમાં લેવાય ના
આ ચમન માં બેધડક ફરતો રહે



-- સૌરભ જોષી 


ગઝલ : એકાદ એવું જણ મળે

આ શહેરની ભીડમાં એકાદ એવું જણ મળે
એકાંતની ખારાશમાંયે દિલ મહીં ગળપણ મળે


રામ જાણે શું થયું જોયા છે તમને જ્યારથી
નામ કહેતા જાઓ તો આ રોગને ઓળખ મળે

વસ્ત્રાહરણ જો થાય ધરતીનું સૂરજ ના તાપથી
વાદળો ભીંજાય તો વૃક્ષો સમું પહેરણ મળે
લો ત્યજી દઉં સામટે આ શ્હેરની સુખ સાહ્યબી
આંજવા આંખોમાં સાંજે ગાય કેરું ધણ મળે
આ જુવાની ને લગાવું દાવ માં પલમાત્રમાં
ગર્વ લે માં ભારતી એવું મને ઘડપણ મળે
'સૌરભ' કરી દો છો તમે ઢગલા સ્વરણ ભંડારના
જે ગયું ચાલ્યું ગયું તે પાછું ના બચપણ મળે 

-- સૌરભ જોષી 






Friday, April 24, 2020

Shell tricks

Posting this for my own reference.

How to rename the full name of the files by replacing '/' (slash) with '_' (underscore) using zmv in zsh


$ zmv '(**/)(*.txt)' '${1//\//_}${2}'

The first pattern (**/) ensure that you go inside all subdirectories recursively,
the second pattern (*.txt) restricts this operation to only those files ending with ".txt".

${1//\//_} ensure that you replace every '/' in the first pattern to '_' .