Tuesday, May 06, 2008

A gazal by befam : મને આબાદ કર - બરકત વિરાણી ‘બેફામ’

I read this nice gazal on tahuko.com.
__________________

ખોટ તારે ત્યાં ખુદા શી છે ? મને આબાદ કર,
છે ધરા પર ઝાંઝવાં તો આભથી વરસાદ કર.

આટલી મારી મદદ ઓ પ્રેમનો ઉન્માદ કર,
રોજ એના ઘર તરફ જા, રોજ એને સાદ કર.

પ્રેમમાં સાંભરવા જેવું હવે શું છે બીજું ?
એ તને ભૂલી ગયાં છે એટલું બસ યાદ કર.

દુઃખની વચ્ચે જીવવાની એ જ બેત્રણ રીત છે,
સામનો કર કે સબર કર કે પછી ફરિયાદ કર.

જે પ્રયોજન છે સુરાનું એ સુરા જેવું જ છે,
આ બધા કડવા અનુભવનો જ તું આસ્વાદ કર.

હોય સૌ નાદાન ત્યાં કોઇ તો દાનો જોઇએ,
દોસ્ત કર બે-ચાર, દુશ્મન પણ કોઇ એદાદ કર.

જો પછી કે શૂન્ય વિણ બાકી કશું રહેશે નહીં,
ઓ ખુદા તારા જગતમાંથી મને તું બાદ કર.

અંતવેળા છે, ન એની રાહ જો બેફામ તું,
જિન્દીની જેમ તારું મોત ના બરબાદ કર.

1 comment:

Dhaval Navaneet said...

રદય મા વલોવાતી લાગણીઓ બહાર આવવા મથતી હોઇ અને શાશ્વત જીવન ના ઝઝાવાત તેને દાબી ને જીત નો આસ્વદ લેવા ઉત્સુક હોઇ..આવામા આપની રચનાઓ દ્વરા થતો આનદ નો અિભષેક શુદ્ધતા બક્ષે છે..આપની રચનાઓ મારા સ્વાશ ને િનમળ કરે છે...અન્તકરણ થી અભાર