----------------------------
પ્યાલો લૈ જ્યાં હું પહોંચ્યો તરસ છીપાવા માટે,
કમનશીબ મારું કે મને જોઈ કીનારા જ સુકાઈ ગયા.
પતઝડ ની કશ્મ્કશ તો જીરવી ગયા અમે પરંતુ,
જીંદગી ના બાગ તો ભરવસંત માં જ ઉજડી ગયા.
તૂફાન માંથી કશ્તી બચાવી લાવનારા એવા ધણા,
છે જેમના વહાણ કીનારે આવી જ ડૂબી ગયા.
મોસમ ની મહેર હોય તો હેલી આવી ચઢે છે ઘરમાં,
અમારા જેવા તો કૈં કીન્તુ ભર વરસાદે પણ કોરા રહી ગયાં.
હજારો લાશો ને મ્ંઝીલ સુધી પહોંચાડી હતી 'મક્કુ' પરંતુ,
ખુદ અમારાં જનાજા ચાર કાંધા ના મહોતાજ રૈ ગયા.....
----ભાવેશ 'મક્કુ'
----------------------------------
દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.
કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.
તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.
બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.
એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.
દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં 'મક્કુ',
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે...................
--ભાવેશ 'મક્કુ'
--------------------------
પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?
શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશીખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?
શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મ્રણ્ ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?
સ્વપ્નમાં વહેતી'તી નહેરો તારા ચહેરાની સત્ત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?
માછલીએ એકદા જળને પૂછ્યું ઃ તું કોણ છે ?
એનો ઉત્ર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?
મેં અરીસાને અમ્સ્તો ઉપલક જોયો, 'રમેશ',
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?
---રમેશ પારેખ
------------------------------------------
ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.
પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.
સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.
કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.
લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.
પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.
-મુકુલ ચોકસી
---------------
નદીની રેતમાં રમ્તું નગર મળે ન મળે,
ફરી અ દશ્ય સ્મ્રુતી પટ ઉપર મળે ન મળે,
ભરી લો સ્વાસમાં એની સુગંધનો દરીયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે,
પરીચીતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે,
ભરીલો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે,
વતનની ધૂળથી માથું ભરી લઉં આજ અહીં,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે,
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખમાં,
ભલે સફરમાં કોઇ હમસફર મળે ન મળે,
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઇને કોઇની કબર મળે ન મળે,
--આદીલ મન્સૂરી
-----------------------
ઘણાં વરસો પછી આવ્યા છો એનો એ પુરાવો છે,
જે મહેંદી હાથ ને પગ પર હતી એ કેશ પર લાગી છે..............
-----------------------
માછલી સાથે જ દરીયો નીકળ્યો,
લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.
હુંજ મારા ભાર થી થાકી ગયો,
હું હતો એ 'હું' જ ખોટો નીકળ્યો.
ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાંજ તડકો નીકળ્યો.
સાંજ પડતાંયે ફર્યુ ના એટલે,
શોધવા પંખીને માળો નીકળ્યો.
આશરો કેવળ નદીને જ હતો,
એક સાગર એય ખારો નીકળ્યો.
આગીયાઓ ઉજળા છેકે પછી-,
વેશ બદલી સૂર્જ ઊડતો નીકળ્યો.
થોભવાનો થાક વસમો હોય છે,
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો............................
----ધૂની માંડલીય
------------------------------
લીધો છે જન્મ પ્રેમ મેં કરવા બધાંની સાથ,
એમાં જરાક આપ વધારે ગમી ગયાં........
-------------------------------
આવ મારી જાત ઓઢાળુ તને...
સાહેબા, શી રીતે સંતાડુ તને...
ઘર સુધી તુ આવવાની જીદ ના કર...
ઘર નથી, નહીતર હું ના પાડુ તને?
-------------------------
મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.
ટળવળે તરશર્યાં તારાં જે વાદળી વેરણ બને.
તે જ રણમાં ઘૂમ મુસળધાર વરસી જાય છે.
ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર
ને ગગન-ચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે.
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના:
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.
કામધેનુને જડે ના એક સૂકું તણખલું
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.
છે ગરીબોના કુબામાં તેલ ટીપુંય દોહ્યલું ?
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.
--------------------------------------------
સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે
ગમે તેવું દુઃખી હો, પણ જીવન જીવાઇ જાયે છે.
હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે.
સમય બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે
હૃદય રંગાઇ જાયે છે તો બસ રંગાઇ જાયે છે.
મુસીબતના દહાડા એ કસોટીના દહાડા છે.
છે પાણી કેટલું કોના મહીં જોવાઇ જાયે છે.
જીવન સારું જીગરની આહ થી ફૂંકી દઉં ‘ઘાયલ’
કદીક મારા ઉપર મને ય એવી ખાઇ જાયે છે.
- અમૃત ઘાયલ
-------------------------------------
સારું છેે એની સાથે કશી ગુફતગુ નથી,
નહીંતર હું કંઈક ભુલ કરત બોલચાલમાં.
કરતો હતો જે પહેલાં તે પર્સતાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલ્ચાલમાં.
એ 'ના' કહીને સહેજમાં છુટી ગયા 'મરીઝ્',
કરવી ન જોઈતી'તી ઉતાવળ સવાલમાં...........
------------------------------------------
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.
એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.
રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.
સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?
એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?
એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.
સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.
------------------------------------------------
િલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.
એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.
ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.
વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.
-----------------------------------------