Friday, December 29, 2023

દોસ્ત ને ખાતર

મેહફીલ અમે જમાવી છે દોસ્ત ને ખાતર

યાદો ઘણી સજાવી છે દોસ્ત ને ખાતર 

 

ભાગે બધા ભલે ને વૈભવ વિલાસ પાછળ 

મૈત્રી અમે કમાણા છે દોસ્ત ને ખાતર 

 

આ દોસતી નો દીપક જેથી બુઝાય ના 

અંતર વચાળે રાખ્યો છે દોસ્ત ને ખાતર 


વર્ષો વીતી ગયા છે આધેડ સૌ થયા 

મૈત્રી જુવાન રાખી છે દોસ્ત ને ખાતર 

 

જયદીપ 'ને ધવલ 'ને દેવાંગ 'ને "સૌરભ"

આ ટોળકી ગજબ ની છે દોસ્ત ને ખાતર 

 

આપણ વચાળે સમધિ હો તેથી શું થયું 

દરિયાને ગયા લાંઘી છે દોસ્ત ને ખાતર

 

આવી ગયા છે સઘળાં પડતું બધું મૂકી 

કો'કે જો હાક પાડી છે દોસ્ત ને ખાતર    


-- સૌરભ જોષી