સતત હું ખાઉં છું ઠોકર અહીં પલપલ ભલા માણસ
છતાં વિશ્વાસ છે આ જગ ઉપર હરદમ ભલા માણસ
હતું શું આપણું ને શું અહીંથી લઇ ને જાવાના
ઘણા દિવસે ઉપાડી લેખિની હાથે ભલા માણસ
અમે તરસ્યા હતાં, લાગી ગઝલ અમૃત ભલા માણસ
(તુષાર ભાઈ એ આપેલ છંદબદ્ધ પ્રતિભાવ)
છતાં વિશ્વાસ છે આ જગ ઉપર હરદમ ભલા માણસ
નિખાલસ થઇ અમે દિલના બધાયે રાઝ કીધા છે
તમે શાને કહો છો વાત જે મોઘમ ભલા માણસ
ભલે પરદેશ ના મંઝર તમારી આંખ ચોંકાવે
મળે માભોમની ક્યાંયે નહિ સોડમ ભલા માણસ
હતું શું આપણું ને શું અહીંથી લઇ ને જાવાના
ગયું તેનો નથી કરવો હવે માતમ ભલા માણસ
સતત બદલાય છે માણસ સમયના વાયરા સાથે
તમે જેવા છો એવા રો' હવે કાયમ ભલા માણસ
બહુ તેં દોટ મૂકી લ્હાયમાં ને લ્હાય માં આગળ
સમય તારો ઘણોયે રહી ગયો પાછળ ભલા માણસ
જીવન નું આટલું વળગણ બહુ સારું નહિ 'સૌરભ'
નિયમ છે કુદરતી આવન પછી જાવન ભલા માણસ
--સૌરભઘણા દિવસે ઉપાડી લેખિની હાથે ભલા માણસ
અમે તરસ્યા હતાં, લાગી ગઝલ અમૃત ભલા માણસ
(તુષાર ભાઈ એ આપેલ છંદબદ્ધ પ્રતિભાવ)