અહીં મેં પ્રેમ થી આગળ જવાની નેમ રાખી છે
હવે તો ભક્તિ થી અર્પણ થવાની નેમ રાખી છે
નફા ને ખોટના સાકી નથી કરવા ગણિત મારે
અહીં તો શૂન્ય ની પાસે જવાની નેમ રાખી છે
ભરી છે એટલી કે આ જગે ખારાશ મારામાં
જગત કલ્યાણમાં સાગર થવાની નેમ રાખી છે
નથી સૂરજ થવું મારે કે એ અઘરું ઘણું લાગે
અહીં દીપક ની જ્યોતિ મેં થવાની નેમ રાખી છે
હવે તો ચંદ્રમાં પાસે ઘણો છે હાથવેંતે છે
અમે બ્રહ્માંડ ની પે' પા' જવાની નેમ રાખી છે
બળ્યું શું દેહમાં પામર હવે એવું વિચારી ને
ભળે 'ખુશ્બૂ' અને 'સૌરભ' થવાની નેમ રાખી છે
-- સૌરભ જોષી