Thursday, August 15, 2013

ગઝલ : કહેવું પડે

હોઠ ના ખુલ્યા છતાં વાતો થઇ કહેવું પડે
પાંપણો ઢાળી અને રાતો થઇ કહેવું પડે

કોલ સાથે જીવવાના પૂરતાં હોતા નથી
પ્રેમમાં તો સાથમાં મરવું પડે કહેવું પડે

રણ થઇ ગ્યું રાખ કેવી કાળ ઝાળી આગમાં
ઠારવાને ઝાંઝવા ઓછા પડે કહેવું પડે


ખાર રાખે છે સપાટી પર સમંદર તો ઘણો
તોય તેના દિલ મહીં મોતી મળે કહેવું પડે
જોજનોથી દૂર એવી મંઝીલો ને પામવા
એક પગલું તે ભણી ભરવું પડે કહેવું પડે


અજનબી દર્પણ મહીં હું બિંબ મારું જોઉં છું
દાયકાઓ બાદ જાણીતું જડે કહેવું પડે

વંશવેલા ઓ નિભાવે વેરના  જે વારસા
વેરના તે કોઈ ના કારણ મળે કહેવું પડે


નામ ક્યાં લેવાય છે આખી સભા માં આપનું
શ્વાસમાં છે લે બધાં 'સૌરભ' તને કહેવું પડે

--સૌરભ

કાવ્ય : અમીર-ગરીબ

આપના ને આપણા માં ઢગલો છે ફેર,
આપને તો રોજ રોજ ભાણે પકવાન
અને આપણે તો ખીચડી ભૈ ઘેર ...આપના

આપને તો રૂ ના છે મોટામસ ગાદલા
ને આપણે છે કાથી ના ખાટલા
આપને તો ઊંઘ નહિ આવે ગોળી વિના
ને આપણે તો પડતામાં ઢેર ... આપના

સોના-ચાંદી મઢેલ આપને તિજોરી ને
આપણું છે ખાલીખમ  ઝૂંપડું
આપને છે બીક ધાડપાડુ ને ચોરની
ને આપણે શું પડવાનો ફેર ... આપના

કોણ છે અમીર અને કોણ છે ગરીબ
હવે નક્કી કરવાનું છે આપને
નક્કી કરવાની એ ચિંતા તું કર્યા કર
મારે તો છે લીલા લ્હેર ... આપના

 
--સૌરભ 

Wednesday, July 31, 2013

ગઝલ : સતત હું ખાઉં છું ઠોકર। ..

સતત હું ખાઉં છું ઠોકર અહીં પલપલ ભલા માણસ
છતાં વિશ્વાસ છે આ જગ ઉપર હરદમ ભલા માણસ

નિખાલસ થઇ અમે દિલના બધાયે રાઝ કીધા છે 
તમે શાને કહો છો વાત જે મોઘમ ભલા માણસ
ભલે પરદેશ ના મંઝર તમારી આંખ ચોંકાવે 
મળે માભોમની ક્યાંયે  નહિ સોડમ ભલા માણસ 


હતું શું આપણું  ને શું અહીંથી લઇ ને જાવાના 
ગયું તેનો નથી કરવો હવે માતમ ભલા માણસ
સતત બદલાય છે માણસ સમયના વાયરા સાથે
તમે જેવા છો એવા રો' હવે કાયમ ભલા માણસ
બહુ તેં દોટ મૂકી લ્હાયમાં ને લ્હાય માં આગળ
સમય તારો ઘણોયે  રહી ગયો પાછળ ભલા માણસ
જીવન નું આટલું વળગણ બહુ સારું નહિ 'સૌરભ'
નિયમ છે કુદરતી આવન પછી જાવન ભલા માણસ
--સૌરભ

ઘણા દિવસે ઉપાડી લેખિની હાથે ભલા માણસ
અમે તરસ્યા હતાં, લાગી ગઝલ અમૃત ભલા માણસ
(તુષાર ભાઈ એ આપેલ છંદબદ્ધ પ્રતિભાવ)

Monday, February 11, 2013

બચપણ

બચપણ ની યાદો ને તાજી કરી લઉં
ફરી થોડી મસ્તી હું પાછી કરી લઉં

ગારાના લાડુ ને સુકવી ફરી થી
ગોલંદાજી ની હું લડાઈ લડી લઉં

ટૂંકી પહેરી ચડ્ડી ને ધાબે ચડી ને
પ્રથમ વર્ષા ને આજ બાથે ભીડી લઉં

રમું ધૂળ માં મેલ થી બેફીકર થઇ
બનું રાજા માટી નો કિલ્લો કરી લઉં

થયા હાથ ગંદા જે ધૂળમાં રમીને
છુપાઈ ને ચડ્ડી ની પાછળ લુછી લઉં


છુપાયા જે ભેરુ ગણતરી ના વાંકે
હવે ગોતી કાઢી ને 'થપ્પો' કરી દઉં

ડરાવે જો ભઈલો  તો ધમકાવું એને
રખે તારી મમ્મી ને ચાડી કરી દઉં

પડે દુખ જો થોડું ફરી ખુલ્લા દિલથી 
થઇ બેફીકર પોક મૂકી રડી લઉં

મમ્મી ની સાડી ના પાલવ થી મારી
ભીની આંખો પાછી હું છાની કરી લઉં

મમ્મી ના ખોળા  માં માથું મૂકી ને
'સભુ' નાનો થઇ ને હું આંખો મીંચી દઉં

Friday, January 04, 2013

ગઝલ : કદી કોક પત્થર ની ધારે રહી જો

ગઝલ
-------
(મૂળ લગાત્મક સ્વરૂપ : લ ગા ગા લ ગા ગા લ ગા ગા લ ગા ગા )
જો કે અમુક જગ્યા એ 'લ' ને બદલે 'ગા' ની છૂટ લીધી છે .


કદી  કોક પત્થર ની ધારે રહી જો
અને મોતના તું કિનારે રહી જો


ખુદાઈ  મળે ખૂબ સસ્તી અહીં તો
તું ઈન્સાનિયત ની બજારે રહી જો


ઝલક જોવી હો કો ખુદાની જો તારે
ઘડી કોક ભૂલકાં ની હારે રહી જો


નિશાના રુદન ને જો સાંભળવું તારે
કિરણની તું પાંખે સવારે રહી જો


સખાવત ઉપર તારી શ્રદ્ધાય ડગશે 
કદી  કો સખા ની કટારે   રહી જો

વખાણીશ પ્રાણી ની સંગત અહી તું
કદી  કો મનખ ના પનારે રહી જો


બધા લાગશે જીવજંતુ સરીખા
તું વૈરાગ ના કો મિનારે રહી જો


નિયંત્રણ ના યત્નો ને છોડી પછી તું
અહીં  નાખુદા ના સહારે રહી જો

(નાખુદા - આગેવાન, નાવડી નો કપ્તાન. અહીં ઈશ્વર માટે રૂપક અપાયું છે .)

વઈ જાશે પતઝડ ને 'સૌરભ' પ્રસરશે
ચમનની તું કોઈ બહારે રહી જો
                                    -- સૌરભ જોષી 

Friday, September 28, 2012

ગઝલ : નેમ રાખી છે

અહીં મેં પ્રેમ થી આગળ જવાની નેમ રાખી છે
હવે તો ભક્તિ થી અર્પણ થવાની નેમ રાખી છે

નફા ને ખોટના સાકી નથી કરવા ગણિત મારે
અહીં તો શૂન્ય ની પાસે જવાની નેમ રાખી છે

ભરી છે એટલી કે આ જગે ખારાશ મારામાં
જગત કલ્યાણમાં સાગર થવાની નેમ રાખી છે

નથી સૂરજ થવું મારે કે એ અઘરું ઘણું લાગે
અહીં દીપક ની જ્યોતિ મેં થવાની નેમ રાખી છે

હવે તો ચંદ્રમાં પાસે ઘણો છે હાથવેંતે છે
અમે બ્રહ્માંડ ની પે' પા' જવાની નેમ રાખી છે

બળ્યું શું દેહમાં પામર હવે એવું વિચારી ને
ભળે 'ખુશ્બૂ' અને 'સૌરભ' થવાની નેમ રાખી છે

-- સૌરભ જોષી 

Wednesday, August 29, 2012

Pound sterling and Euro sign and Indian Rupee symbol on a UK keyboard

Well,
         I am in UK right now and I am going to be here for quite some time. One thing annoying about being in UK is UK keyboard. Especially once you have a habit of using a US keyboard. Thankfully, I have brought my ergonomic US keyboard with me over here. But then the trouble is what do you do if you want to type £ ? If you are a linux person like me, this is what you should do.

Create a file named .Xmodmap in your $HOME.
Put the followings in the file


add mod3        =       Mode_switch
keysym  Alt_R   =       Mode_switch
keycode 26 = E NoSymbol EuroSign cent
keycode 46 = L NoSymbol sterling cent
keycode 27 = R NoSymbol U20b9 NoSymbol

What it does is that it assigns ALT_R (Right Alt)+e to €, ALT_R+SHIFT+e to ¢, ALT_R+l to £, ALT_R+SHIFT+l to ¢ and ALT_R+r to ₹. For more details refer to 'man xmodmap'.

Now, either you logout and log back in or run

 xmodmap ~/.Xmodmap

and Voila!! You have pound sterling , euro, cent sign and Indian rupee symbols available at your finger tips!! Literally!!


Thursday, September 22, 2011

ज़िन्दगी की शतरंज

ज़िन्दगी की शतरंज
-------------------

हम कुछ और नहीं,
हैं शतरंज के कुछ मोहरे

कभी चलते चाल सीधी,
कभी टेढ़ी ही चाल चलते,
हम कुछ और नहीं,
हैं  शतरंज के कुछ मोहरे

कभी रोक देती हमें कोई रूकावट,
कभी फांद कर उसे  आगे बढ़ते,
आ जाते कभी आमने सामने,
करते कुर्बान किसी को फायदे के लिए,
हो जाते हम कभी फ़ना किसी के लिए,
बढ़ जाते अकेले आगे कभी,
हम तरक्की की चाह में,
कभी मुकाबला करते आंधीयों का,
एक दिवार बन के,
हैं  कुछ काले कुछ उजले हमारे चेहरे
हम कुछ और नहीं,
हैं  शतरंज के कुछ मोहरे

खेलते हम अटपटे दाव,
कभी उलजाते, कभी खुद ही उलज जाते
रहेते शह देने की ताक में,
कभी जीत जाते,
खा जाते कभी मात,
हम कुछ और नहीं,
हैं  शतरंज के कुछ मोहरे

--सौरभ जोषी

Monday, August 15, 2011



ગઝલ
----- 

રહી ગઈ કહેવાની તુજને જે હૃદય ની વાત ખાસ,
તે ગઝલ ને કાવ્ય માં આજે રહે છે મારી પાસ,

જોયો અમીરી ને ગરીબી માં ફરક મેં એટલો,
કોકને ત્યાં છે દિવાળી, કોક ને માટે અમાસ

લઇ ગયું છે કોણ ચોરી મારા દિલ ના ચેન ને,
તારી આંખો પર છે શક, કાજી જરા કરજો તપાસ,

ઝાંઝવાઓ આમ ના તડપાવો મારી પ્યાસને,
આખા રણ ને એક ઘૂંટડે પી જવાની એ જ પ્યાસ

મારાપણામાં હું જ ખોવાઈ ગયો છું આજ તો,
શોધી આપે કોઈ મુજને, છે મને મારી તલાશ

ઉગતા સુરજ ને નમવા છે અહી તૈયાર સહુ,
છાયા પણ ભટકે ન પાસે, જેની ચાલે છે અમાસ

"સૌરભ" કરો ના ગમ તમે ડૂબી જવાનો આટલો,
તારશે નક્કી જ તારણહાર કાંઠે મારી લાશ 


--સૌરભ  જોષી  
ગઝલ
-----

કેવો હતો અસલ હું, કેવો થઇ ગયો
મારી જ ખુદની જાતથી અણજાણ થઇ ગયો

મૃગજળને જોઈ જોઈ ને એવી વધી તરસ,
દરિયાને કાંઠે આવીને તરસ્યો રહી ગયો

પ્રેમમાં એવી  મને લાગી હતી તલબ,
છીપાવવાને એ જ તલબ, ઝેર પી ગયો

મંઝીલને પામવાની તૃષા એટલી વધી,
પર્વત ખસી ગયો અને રસ્તો બની ગયો

ચાલ્યા ગયા મૂકી ને મને મારા આંસુઓ
દુખના જ ટાણે કેટલો તન્હા થઇ ગયો

કિસ્મત ના તારલા એ મને સાથ ના દીધો,
એથી મરી ગયો ને હું તારો થઇ ગયો

લોકોને ખુશી આપવા આ ડિલની શી જરૂર
હું ઓગળી ગયો અને 'સૌરભ' થઇ ગયો

--સૌરભ જોષી